Satya Tv News

હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે. તેમજ 24 કલાક દરમ્યાન તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. તેમજ ત્યાર બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો પણ થશે. તેમજ અમદાવાદ તેમજ આસપાસનાં વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે.તેમજ ઉત્તર તરફથી પવનો ફૂંકાતા તાપમાન નીચું જશે. તેમજ દક્ષિણ રાજસ્થાન બાજુથી સાઈક્લોનિક સર્ક્યુલેશનનાં કારણે પવનની દિશા બદલાતા તાપમાન નીચું જવાની શક્યતાઓ છે.હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. તેમજ વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

error: