Satya Tv News

અંકલેશ્વરના નેશનલ હાઇવે પર સહયોગ અને વર્ષા હોટલ પાસે આવેલાં યુ ટર્નના કારણે અકસ્માત તથા ટ્રાફિકજામની સમસ્યા વકરી હતી. બે દિવસ પહેલાં નેશનલ હાઇવે ઓથોરીટીએ બંને યુ ટર્ન બંધ કરી દેતાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક વાહનોને 8 કિમીનો ફેરાવો થતાં યુટર્ન બંધ કરવા સામે વિરોધ થતાં મંગળવારે ધારાસભ્ય અને જિલ્લા ટ્રાફિક પીઆઇ અને એનએચએઆઇના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. વાહનચાલકોની સમસ્યા દૂર કરવા સહયોગ હોટલ પાસેનો યુ ટર્ન પાંચ દિવસ માટે ખોલવામાં આવશે જયારે વર્ષા હોટલવાળો ટર્ન કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જીતાલી પાસે નાળુ બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. વર્ષા હોટલ યુ ટર્ન અને સહયોગ હોટલ યુ ટર્ન બંધ કરવા માટે રોડ વચ્ચે રોડ મટીરીયલ નાખી બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને લઇ હાઇવેને અડીને આવેલા ગામના લોકોને અગવડતા ઉભી થતા તેમણે વિરોધ કર્યો હતો. મંગળવારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ટ્રાફિક પીઆઈ. ભાવના મહેરિયા, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ મોતાલી તેમજ સારંગપુર ગામના ગ્રામજનો સાથે સ્થળ પર ચર્ચા વિમર્શ કરાઈ હતી. જેમાં ચર્ચા બાદ અકસ્માત ના બ્લેક સ્પોટ એવા વર્ષા હોટલ યુ ટર્ન ને કાયમી ધોરણે બંધ કરવાનું નક્કી કરી આગામી બે દિવસ માં પાકું ડિવાઈડર ઉભું કરી દેવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. સહયોગ હોટલ પાસેનો યુ ટર્ન આગામી 5 દિવસ માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે બાદ એને પણ કાયમી ધોરણે બંધ કરવામાં આવશે. હાલ માંડવા થી અંદાડા વચ્ચે ચાલી રહેલા સર્વિસ રોડની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે. મોતાલી અને સારંગપુર ગ્રામજનો ની અગવડતા દૂર કરવા સહયોગ હોટલ પાસે ના યુ ટર્ન પર બોક્સ ગરનાળું બનાવવા માટે પણ વિચાર મુકવામાં આવ્યો છે.

error: