Satya Tv News

ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. તેમજ હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન વધવાનું અનુમાન કર્યું છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 3 અને 4 ફેબ્રુઆરી મોટા ભાગનાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ માવઠું પડી શકે છે.

હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ઠંડીને લઈ રાહતની આગાહી કરી છે. આગામી સમયમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. તેમજ આગામી 7 દિવસ સૂકુ વાતાવરણ રહેવાનું અનુમાન કર્યું હતું. તેમજ ઉત્તરથી ઉત્તર-પૂર્વનાં પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

error: