ઈંગ્લેન્ડ સામેની સિરીઝ મહત્વની હોવાના ઘણા કારણો છે. જેમાંથી એક એ છે કે આનાથી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પ્રેક્ટિસ થઈ શકશે. આ સિવાય કેટલાક ખેલાડીઓના રેકોર્ડ પણ આ સિરીઝ નું મહત્વ વધારે છે. પરંતુ, જે ખાસ કારણ બની શકે છે. રોહિત શર્મા,ટીમ ઈન્ડિયાના કેપ્ટનના કરિયરની છેલ્લી સિરીઝ બની શકે છે. નાગપુર વનડેથી એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ આ મામલે કાંઈ પણ બોલવાની ના પાડી હતી.હવે તમે કહેશો કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ છેલ્લી કઈ રીતે હોય શકે છે. ટીમ ઈન્ડિયાને હજુ ચેમ્પિયન ટ્રોફી રમવાની છે. જે વન ડે ફોર્મેટમાં જ રમાશે. રોહિત શર્મા ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે, પરંતુ આ સિરીઝ નહિ પરંતુ ટૂર્નામેન્ટ હશે.જેમાં અનેક ટીમ મેદાનમાં હશે. જ્યારે આપણે માત્ર વનડે સીરિઝની વાત કરી રહ્યા છીએ.હવે સવાલ એ છે કે આપણે કેવી રીતે કહી શકીએ કે રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે તેની કારકિર્દીની છેલ્લી સિરીઝ રમતા જોવા મળી શકે છે.
રોહિત તેના કરિયરની છેલ્લી સિરીઝ રમવા જઈ રહ્યો છે તે અંગે દરેકને શંકા છે. મતલબ કે તે પોતાની છેલ્લી મેચ ઘરઆંગણે દુનિયાના સૌથી મોટા મેદાન એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમી શકે છે.આ સ્ટેડિયમની કુલ ક્ષમતા 1,32,000 ચાહકોની છે. ભારત-ઈંગ્લેન્ડ વનડે સિરીઝની છેલ્લી મેચ તે તમામ ચાહકો માટે ઐતિહાસિક ક્ષણ બની શકે છે. તે પોતાની આંખો સામે રોહિત શર્માને પોતાના હોમ ગ્રાઉન્ડ પર પોતાની કારકિર્દીની છેલ્લી મેચ રમતા જોઈ શકે છે. 3 વનડે મેચમાંથી એક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે મેચ રમાશે.12 ફેબ્રુઆરી – ત્રીજી વનડે, અમદાવાદ (ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે) રમાશે.