![](https://satyatvnews.com/storage/2025/02/image-20.png)
અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઈટમાંથી મુસાફરો જ્યારે બહાર નીકળ્યા ત્યારબાદ ક્લીનર દ્વારા ફ્લાઇટ ક્લીન કરવામાં આવી રહી હતી. તે દરમિયાન હાથથી લખેલી ચિઠી મળી આવી હતી.જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ભરેલી ચિઠી અંગે એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી છે. પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આ ચિઠ્ઠી એફએસએલમાં પણ મોકલવામાં આવશે તથા જે પણ મુસાફર ફ્લાઈટમાં હતા તેના પણ લખાણના સેમ્પલ લેવામાં આવશે. મુસાફરમાંથી કોઈ મુસાફરે ચિઠ્ઠી લખેલું સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ એરપોર્ટમાં સીઆઇએસએફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.