Satya Tv News

ગ્લોબલ વોર્મિંગની ઝડપથી હવામાન પર અસર પડી રહી છે, આ વખતે ક્લાયમેટ ચેન્જના કારણે ઠંડી અપેક્ષા કરતા ઓછી રહી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે વસંત ઋતુ નહીં આવે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે વસંતને બદલે સીધો ઉનાળો આવશે.IMD એ હવામાનને લઈને માહિતી આપી છે કે, ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા માર્ચની શરૂઆતમાં તાપમાન ઝડપથી વધશે. હવામાન વિભાગનો અંદાજ છે કે ઉત્તર-પશ્ચિમથી મધ્ય અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ફેબ્રુઆરીમાં વરસાદ સામાન્ય કરતાં 20 ટકા ઓછો રહેશે. વરસાદના અભાવે હવામાં ભેજ ઘટશે અને તાપમાનમાં ઝડપથી વધારો થશે.

દક્ષિણના રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા વધારે નોંધવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે અહીં ફેબ્રુઆરીમાં તાપમાન 30-32 ડિગ્રી સેલ્સિયસ રહે છે, આ વખતે ઘણા વિસ્તારોમાં તાપમાન 33થી 37 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.નિષ્ણાતોએ તાજેતરમાં કહ્યું હતું કે 2024 સૌથી ગરમ વર્ષ હતું. ઈતિહાસમાં ટોચના 5 સૌથી ગરમ વર્ષ માત્ર છેલ્લા 10 વર્ષમાં જ થયા છે. 2025ની જાન્યુઆરી ઈતિહાસમાં ત્રીજી સૌથી ગરમ જાન્યુઆરી હતી. જાન્યુઆરીમાં દેશમાં વરસાદ 70 ટકા ઓછો હતો. પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા 80% ઓછી હતી. ફેબ્રુઆરીમાં પણ વરસાદની શક્યતા ઓછી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ સપ્તાહમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ તાપમાન ઉંચુ રહેવાની શક્યતા છે.

error: