![](https://satyatvnews.com/storage/2025/02/image-25.png)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ લગાવવાની વાત બાદ રોકાણકારો આ સુરક્ષિત રોકાણવાળી પરિસંપત્તિમાં સામેલ થવાથી મંગળવારે સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા. તેનાથી સંભવિત ટ્રેડ વોર અને મોંઘવારી અંગે ચિંતાઓ વધી ગઈ છે. 1.1% વધીને $2,939.80 પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. જ્યારે સેશનની શરૂઆતમાં તે $2,942.70 ના રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું હતું. યુએસ ગોલ્ડ ફ્યૂચર્સ પણ 1.1% વધીને $2,966.00 પર પહોંચી ગયું. ટ્રમ્પની ટેરિફ ધમકીઓના કારણે આ વર્ષે અત્યાર સુધીમાં સોનું આઠમા રેકોર્ડ ઉંચાઈ સ્તર પર પહોંચી ગયું છે. જેણે વૈશ્વિક વિકાસ અનિશ્ચિતતાઓ, વેપાર યુદ્ધની ચિંતાઓ અને મોંઘવારીના દબાણને પ્રોત્સાહન આપ્યું છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 238 રૂપિયા ઉછળીને 85,903 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું જે કાલે 85,665 રૂપિયાની સપાટીએ ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 1,123 રૂપિયા ગગડીને 94,410 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી જે કાલે ઉછાળા સાથે 95,533 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.