Satya Tv News

બ્રિટનમાં લેબર પાર્ટી સત્તામાં આવી ત્યારથી, લગભગ 19,000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ગુનેગારોને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ લોકોને ડિપોર્ટ કરવાનો એક વીડિયો પણ બ્રિટિશ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આખા દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે, દરોડા પાડવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ મળી આવ્યા. આ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.

આ અભિયાન હેઠળ, ભારતીય રેસ્ટોરાં, નેઇલ બાર, સ્ટોર્સ અને કાર વોશમાં દરોડા પાડવામાં આવ્યા છે. આમાં, મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોજગારી આપવાની ફરિયાદો મળી હતી. બ્રિટિશ ગૃહમંત્રી વેઈથ કૂપરે જણાવ્યું કે તેમના વિભાગે જાન્યુઆરીમાં મોટા પાયે દરોડા પાડ્યા છે. તેમણે કહ્યું કે અમારી સરકાર સત્તામાં આવ્યા પછી કુલ 19,000 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ફક્ત જાન્યુઆરી મહિનામાં જ 828 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા અને 609 લોકોની ધરપકડ કરવામાં આવી. ગયા વર્ષના જાન્યુઆરી મહિનાની સરખામણીમાં આ સંખ્યા 73 ટકા વધુ હતી. 7 લોકોની તો ફક્ત હમ્બરસાઇડમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી. આ ઉપરાંત 4 લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ ઉપરાંત બ્રિટિશ સંસદમાં એક નવું બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં સરહદ સુરક્ષા, આશ્રય અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનો પ્રસ્તાવ છે. બ્રિટિશ સાંસદોનું કહેવું છે કે આ બિલ રજૂ કરવાથી મોટી સંખ્યામાં ગુનાહિત ગેંગનો નાશ કરવામાં મદદ મળશે. પીએમ કીર સ્ટાર્મરની સરકારનું કહેવું છે કે પાછલી સરકારોએ સરહદ સુરક્ષા સાથે સમાધાન કર્યું હતું. હવે આના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

error: