Satya Tv News

50 રૂપિયાની નોટને લઈને હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ટૂંક સમયમાં જ 50 રૂપિયાની નવી નોટ બજારમાં આવી જશે. હકીકતમાં, ભારતીય રિઝર્વ બેંક એ બુધવારે કહ્યું કે તે ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. ત્યારે નવી નોટ બહાર પડતા 50ની જૂની નોટો બંધ થઈ જશે? મલ્હોત્રાએ ડિસેમ્બર 2024માં શક્તિકાંત દાસની જગ્યાએ ચાર્જ સંભાળ્યો હતો. RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “નવી નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી સિરીઝની રૂ. 50ની નોટો જેવી છે.”

RBIએ એ પણ સ્પષ્ટ કર્યું કે અગાઉ જાહેર કરાયેલ રૂ. 50ની નોટ હજુ પણ કાનૂની ટેન્ડર રહેશે અને તેનો ઉપયોગ કરી શકાશે. એટલે કે જૂની નોટો બંધ નહીં થાય તે ચાલુ જ રહેશે પણ તેની સાથે નવી નોટો પણ બજારમાં મુકાશે. જે બન્ને માન્ય ગણાશે.નોંધનીય છે કે મહાત્મા ગાંધી શ્રેણીની 50 રૂપિયાની નોટની સાઈઝ 66 mm x 135 mm છે અને તેનો બેઝ કલર ફ્લોરોસન્ટ બ્લુ છે. નોટના પાછળના ભાગમાં રથ સાથે હમ્પીની તસવીર છે, જે દેશના સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે નું હાલ જાણવા મળી રહ્યું છે.

error: