પુણા ગામમાં 30 હજારની લૂંટ કરીને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે કેસનો મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાને ભાવનગરથી દબોચી લેવાયો છે તેમજ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. જે લૂંટારુઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.મહિલાના પતિને બંધક બનાવીને મહિલાને ધાબા પર ઢસડીને લઈ ગયા હતા અને જ્યાં નરાધમોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. અત્રે જણાવીએ કે, પોલીસની ઓળખ આપીને લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા હતા બાદમાં તરખરાટ મચાવ્યો હતો. જે સમગ્ર મામલે પોલીસને સવારે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.