
દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ચારના મોત નીપજ્યા છે, જયારે આઠ લોકો ઘાયલ થયા છે. માહિતી અનુસાર, ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે અકસ્માત થયો હતો. રસ્તા ઉપર ઊભેલી ટ્રકને પાછળથી ટેમ્પો ટ્રાવેલરે ટક્કર મારી દીધી હતી. આ દુર્ઘટનામાં અંકલેશ્વરના અને ધોળકાના પરિવારને અકસ્માત નડ્યો. ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જયારે મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે.