સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત થયા છે..ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના ઘટી હતી.. જેમાં બાઇક પર સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા. આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણેય યુવકો મિત્રો હતા. તેઓ બાઇક એક જ બાઇક પર જઇ રહ્યા હતા.. ત્યારે ઇકો કારની અડફેટે તેમનું મોત થયું ..અન્ય એક અકસ્માત સુરતના પારલે પોઇન્ટ પર સર્જાયો હતો. સુરતના પારલે પોઈન્ટના બ્રિજ પર બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઇક પર બે યુવકોના મોત નિપજ્યા હતા. ઉમરાથી અઠવાગેટ જતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં જો બાઇક પર સવાર યુવકોએ હેલ્મેટ પહેર્યુ હોત તો તેમનો જીવ બચી શક્યો હોત.