
રાજ્યમાં 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટેની સામાન્ય અને 2 નગરપાલિકાઓના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 15 વોર્ડની 60 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે.. કઠલાલ, કપડવંજ, ગાંધીનગર એમ 3 તાલુકા પંચાયતોની સામાન્ય તથા બોટાદ, વાંકાનેર એમ 2 નગરપાલિકાઓની ચૂંટણીમાં આવતીકાલે મતદાન થશે.આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી મહાનગરપાલિકાઓની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થશે. આવતીકાલે કુલ 38લાખ 86હજાર 285મતદાતાઓ તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 213 બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઇ ચુકી છે. ચૂંટણી માટે કુલ 7,036 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા. જેમાંથી 1,261 ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર થયા હતા. કુલ 5,775 ઉમેદવારી પત્ર માન્ય જાહેર થયા હતા. કુલ 213 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. તો હાલ 5,084 ઉમેદવારો મેદાનમાં છે.જૂનાગઢ મનપાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બિનહરીફ છે. અમદાવાદ મનપાની વોર્ડ નં-7ની બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. ભાવનગર મનપાની વોર્ડ નં-3ની બેઠક માટે પેટાચૂંટણી છે. સુરત મનપાની વોર્ડ નં-18ની બેઠક માટે પેટાચૂંટણી યોજાશે.66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા છે. નગરપાલિકાની કુલ 1,844 બેઠકોમાંથી 167 બેઠક બિનહરીફ જાહેર થયા છે. કુલ 1,677 બેઠકો પર ચૂંટણી યોજાશે. પાલિકાની ચૂંટણી માટે કુલ 4,374 ઉમેદવારો મેદાનમાં છે.