
અંકલેશ્વર-ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ગઈકાલે રાત્રે મોટો અકસ્માત સર્જાયો હતો. એક કારે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા ચાર વાહનો સાથે ચેઇન અકસ્માત થયો હતો.અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. નર્મદા બ્રિજ પર અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. પોલીસે બ્રિજ પર વાહનો માટે સ્પીડ લિમિટ નિર્ધારિત કરી છે. આમ છતાં, ચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે અકસ્માતો થઈ રહ્યા છે.