Satya Tv News

રાજકોટની પાયલ હોસ્પિટલના સગર્ભા મહિલાઓનાં ચેકઅપની પ્રાઇવેટ ક્ષણોનાં CCTV ફૂટેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયા હતા, હોસ્પિટલનાં એડમીને આ અંગે સ્વીકાર કરતા જણાવ્યું કે, વાઇરલ થયેલાં વીડિયો અમારી જ હોસ્પિટલનાં છે. હોસ્પિટલનાં એડમીને કહ્યું કે, અમારા CCTV હેક થયા છે. જો કે, આ મામલે હાલ સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી હતી. આ ઘટનાને લઇ સાયબર ક્રાઇમની 4 અને ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમના ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યા હતા. જ્યાં તેઓએ બે આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં પોલીસે શકાંસ્પદ લોકોની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી. જેમાં જુદા જુદા રાજ્યોના IP એડ્રેસ મળી આવતા વધારે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસ અને ક્રાઇમબ્રાન્ચના હાથ મધ્યપ્રદેશ સુધી પહોંચ્યા હતા.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ હોસ્પિટલમા મહિલાઓની સારવારના વીડિયોની આરોપીઓ ફૂટેજ મેળવીને વિવિધ લોકોને ટેલીગ્રામ મારફતે મોકલતા હતા. આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા. ત્યાર આ ઘટનામાં તેઓએ વધારે તપાસ આદરી છે.

error: