રાજકોટના માલધારી ફાટક પાસે દુ:ખદ ઘટના સામે આવી છે. ટ્રેનની અડફેટે આવતા બેના મોત નિપજ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે બાબુ હરીન્દ્ર નામનો 12 વર્ષનો સગીર કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવીને ફાટકને ક્રોસ કરી રહ્યો હતો, તે દરમિયાન અચાનક ટ્રેન આવી ગઈ હતી. દુર્ઘટના સ્રજાઈ હતી. સગીરનો બનેવી રાજકોટમાં સળિયા સેન્ટરીંગનું કામ કરતો હતો.આ દ્રશ્યને જોઈને તેને બચાવવા માટે કિશોરનો બનેવી પણ દોડ્યો હતો. જોકે બન્નેનુ ટ્રેનની અડફેટે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ રેલ્વે વિભાગને થઈ હતી.રેલ્વે પોલીસ અને અને રેલ્વે વિભાગ ઘટનાસ્થળે પહોંચીને બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે એકની બેદરકારીના કારણે બન્નેના જીવ જતા રહ્યા હતા. સાળા બનેવીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.