
સરકારી કર્મચારીઓની હાજરીને લઈ સામાન્ય વહીવટ વિભાગે મહત્વનો આદેશ કર્યો છે. ગુલ્લીબાજ કર્મીઓને લઈ આકરા પગલા લેવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે. સવારે 10 :40 સુધી ઓફિસ કર્મચારીઓએ પહોંચવાનો રહેશે અને સાંજે 6:10 પહેલા છોડવાનો છોડી શકશે નહી,સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા કપાશે. ગુલ્લીબાજ કર્મચારીઓના અડધા દિવસની રજા કાપવાનો સામાન્ય વહીવટ વિભાગે નિર્ણય કર્યો છે.
પરિપત્રમાં જણાવ્યું છે કે, ‘દરેક અધિકારી/કર્મચારી માટે આવવાનો સમય સવારે 10:30 કલાકે તથા કચેરી છોડવાનો સમય સાંજે 6:10 કલાકનો છે. આમ છતાં અમદાવાદથી આવતી પૉઇન્ટની બસો સચિવાલય સંકુલમાં પ્રવેશી શકતી ન હોવાથી તેમજ રસ્તામાં ટ્રાફિકજામ હોવાને કારણે સવારે કચેરીમાં આવવાના સમયમાં 10 Nar Mir આપીને આ સમય 10:40 સુધીનો નક્કી કરવામાં આવેલ છે. આથી વિભાગના તમામ અધિકારી/કર્મચારીઓને કચેરીમાં આવવા-જવામાં નિયમિતતા જાળવવા સૂચના આપવામાં આવે છે. વધુમાં, એક માસમાં ત્રણ વખત કચેરીમાં સવારે 10:40 કલાક પછી આવનાર અથવા સાંજે 6:10 પહેલા જનાર અધિકારી/કર્મચારીઓની અડધા દિવસની પરચૂરણ રજા કાપવામાં આવશે’.