રાજ્યમાં અગામી તારીખ 27 ફેબ્રુઆરી, 2025 થી 10 માર્ચ, 2025 દરમિયાન ધોરણ 12 અને ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. આથી, હાલ શાળાઓ દ્વારા બોર્ડનાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી રહી છે.ત્યારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ૮૦ ટકાથી ઓછી હાજરી હોવાથી શહેરની બી.ઇ.એસ. યુનિયન સ્કૂલ સંચાલકો દ્વારા 22 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ ન અપાતા વાલીઓ માં રોષ જોવા મળ્યો હતો.આ બાબતની જાણ વાલીઓ દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતીબા રાઉલને કરતા તાત્કાલિક બી.ઇ.એસ યુનિયન સ્કૂલ ખાતે પહોંચી આચાર્યને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની સૂચના આપાતા વાલી સહિત વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી એ વાલીઓને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓને સમયસર અને નિયમિત સ્કૂલે મોકલવા જોઈએ જેથી તેમના શિક્ષણ પર અસર ન પડે અને સારું શિક્ષણ મેળવી શકે સાથે સાથે ભરૂચની જિલ્લાની તમામ શાળાઓને પણ તાકીદ કરી હતી કે વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો પણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી શકશે નહીં..
વીડિયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ