Satya Tv News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના અમીરોને આકર્ષવા માટે ગોલ્ડ કાર્ડ રજૂ કર્યું છે. અમેરિકામાં રહેવાની ઈચ્છા ધરાવતા આ રઈસો આ કાર્ડ લઈ શકે છે. જો તેમણે તે માટે 5 મિલિયન ડોલર એટલે કે 43,53,98,750 રૂપિયા ખર્ચવા પડશે. આ કાર્ડને ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન ગણવામાં આવે છે. તેમાં ગ્રીન કાર્ડ જેવી જ અને તેનાથી પણ વધુ કેટલીક સુવિધાઓ આપવામાં આવશે. 25 ફેબ્રુઆરીના રોજ કહ્યું કે અમે તમને 5 મિલિયન ડોલરની કિંમતમાં ગ્રીન કાર્ડથી પણ વધુ સુવિધાઓ આપીશું. ટ્રમ્પનું માનીએ તો અમેરિકામાં નાગરિકતા મેળવવાનો આ એક રસ્તો છે. તેનાથી ફક્ત અમીર લોકો જ તેને ખરીદીને અમેરિકામાં વસી શકશે. સ્પષ્ટ છે કે આ લોકો પછી અમેરિકામાં ખુબ પૈસા ખર્ચ કરશે અને ટેક્સ પણ ખુબ આપશે. આ ઉપરાંત આ ધનિકો અનેક અમેરિકનો નોકરી પણ આપશે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકી નાગરિકતાના આ નવા રસ્તાને 2 અઠવાડિયામાં ખોલવામાં આવશે.

ટ્રમ્પના ગોલ્ડ કાર્ડથી નાગરિકતા મેળવવા માટે તમારે 5 મિલિયન ડોલર ઉપલબ્ધ રકમનું પ્રમાણ આપવું પડશે. આ સાથે જ યુએસ સિટિઝનશીપ અને ઈમિગ્રેશન સર્વિસિસએ એક ઔપચારિક પત્ર આપવો પડશે. ત્યારબાદ તમારા બેકગ્રાઉન્ડ અને સિક્યુરિટી સહિત સમગ્ર બેકગ્રાઉન્ડની તપાસ થશે. અમેરિકા આવ્યા બાદ ગોલ્ડ વિઝા ધારકોને ગ્રીન કાર્ડ અને તેનાથી કેટલીક વધુ સુવિધાઓ મળશે.

error: