અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારના તમામ શિવાલયોમાં ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી.ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવતા આ પર્વનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો મુજબ, પ્રદોષ કાળમાં ચાર પ્રહર સુધી શિવની પૂજા કરવી શુભ મનાય છે.અંકલેશ્વર જીઆઇડીસીના પશુપતિનાથ મહાદેવ મંદિર, પૌરાણિક રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર, જુના અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ મંદિર, ચૌટાનાકા વિસ્તારના એક લિંગનાથ મહાદેવ મંદિર અને રત્નેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.
મંદિરોમાં હોમાત્મક લઘુરૂદ્ર અને અભિષેકાત્મક લઘુરુદ્ર સહિતના શિવ પૂજનના કાર્યક્રમો થયા. ભક્તોએ ભગવાન શિવને દૂધ, જળ, બીલીપત્ર અને કાળા તલનો અભિષેક કર્યો. સમગ્ર દિવસ દરમિયાન શિવાલયોમાં ભક્તોની અવરજવર જોવા મળી.