
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભાજપના 32 નેતાઓની સુરક્ષા પરત લીધી છે. આ સંબંધમાં એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં બધા નેતાઓના નામ છે જેની સુરક્ષા પરત લેવામાં આવી છે. લિસ્ટ સામે આવ્યા બાદ નેતાઓનું કહેવું છે કે આ રૂટીન પ્રક્રિયા છે. કેન્દ્ર સરકાર સુરક્ષા વિશે નિર્ણય લે છે. કેન્દ્ર સરકાર તરફથી આવી યાદી દર 3 મહિને જાહેર કરવામાં આવે છે.
લિસ્ટમાં કયા-કયા નેતાઓના નામ
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર પ્રમાણે જે નેતાઓની સુરક્ષા પરત લેવામાં આવી છે તેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જોન બારલા, પૂર્વ સાંસદ દશરથ તિર્કી, ભાજપ નેતા શંકુદેવ પાંડા અને પૂર્વ આઈપીએસ અધિકારી દેબાશીષ ધરનું નામ સામેલ છે. આ લિસ્ટમાં તે નેતાઓના નામ પણ સામેલ છે, જે પાછલા વર્ષે લોકસભા ચૂંટણી હારી ગયા હતા. આ સાથે અભિજીત દાસ, ડાયમંડ હાર્બરથી પૂર્વ ધારાસભ્ય દીપક હલ્દર, લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેલા પ્રિયા સાહા અને ધનંજય ઘોષનું નામ પણ સામેલ છે.