Satya Tv News

બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી છે. ત્યારે મોટે ભાગે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાયેલો હોય છે. નેતાઓ, વાલીઓ, સ્કૂલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તણાવથી દૂર રહીને પરિક્ષા આપવા પ્રોત્સાહન અપાય છે. છતાં પણ અમુક વિદ્યાર્થીઓ પરિક્ષાના બોજ તળે દબાઇ જાય છે અને નકારાત્ક વિચારો સાથે કોઇ અવળું પગલું ભરી લે છે.

વડોદરાના હરણી વિસ્તારમાં પણ આવી ઘટના બની હતી. જેમાં ધોરણ 12ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. ધોરણ 12 સાયન્સનો વિદ્યાર્થી મોડી રાત સુધી અભ્યાસ કરતો હતો. જો કે પછીથી તેણે આપઘાત કરી લીધો હતો.આપઘાત કરતા પહેલા તેણે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. “બસ પપ્પા હવે મારાથી નહીં થાય” સુસાઇડ નોટમાં ઉલ્લેખ જેને આધારે વિદ્યાર્થીએ પરિક્ષાની ચિંતામાં જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જો કે હરણી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

error: