
સોમવાર રાત્રે મુખ્યમંત્રી ફડણવીસે NCPના નેતાઓ સાથે એક બેઠક કરી હતી. ફડણવીસ અજિત પવારના ઘરે ગયા હતા. માનવામાં આવે છે કે આ બેઠકમાં ફડણવીસે મુંડેનું રાજીનામું માંગ્યું હતું. આ પહેલા પણ કેટલીક વખત ધનંજય મુંડે પર અલગ અલગ આરોપ લાગી ચુક્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ધનંજય મુંડે પર આરોપ લાગ્યા હતા. વિપક્ષ સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે.ધનંજય મુંડે પરલી વિધાનસભાના ધારાસભ્ય છે. ધનંજય મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી ગોપીનાથ મુંડેના ભાઇ પંડિત અન્ના મુંડેના પુત્ર છે. ધનંજય પોતાના પરિવારનો રાજકીય વારસો લઇને ચાલી રહ્યાં છે. 2014માં ધનંજય મુંડેએ પંકજા વિરૂદ્ધ ચૂંટણી લડી હતી જેમાં તે હારી ગયા હતા. તે બાદ 2019માં ફરી તે ચૂંટણી લડ્યા હતા અને આ વખતે તેમને પંકજા મુંડેને હરાવ્યા હતા.