
વડોદરાના શ્રવણ એન્કલેવમા રહેતા અને બ્રાઇટ ડે સ્કુલમાં CBSC માં ધોરણ -7 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. હાલ વિદ્યાર્થીની પરીક્ષા ચાલતી હોઇ, માતાએ અભ્યાસ કરવા માટે ઠપકો આપતાં આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મંજુસર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બાળકના મૃતદેહને જોઇ મહિલા પોલીસ અધિકારીની પોસ્ટમોર્ટમ માટે હિંમત ચાલતી ન હતી.
આપઘાત કરી લેનાર પિતા અરુણભાઇ ગુંડેકરે જણાવ્યું હતું કે, પુત્ર નિમીશની પરીક્ષા ચાલી રહી હતી. અંગ્રેજીનું પેપર હતું. આથી પત્નીએ અભ્યાસ માટે ઠપકો આપ્યો હતો. નિમીશને માતાએ આપેલો ઠપકો સહન ન થતાં રૂમમાં જઇ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ મંજુસર પોલીસને કરવામાં આવતા એ.એસ.આઇ. દિવ્યાબેન સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.