વલસાડના 12 જેટલા મિત્રો દમણના ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા માટે ગયા હતા. જ્યાં મિત્રો વચ્ચે શરત લાગી કે, ફાર્મ હાઉસના સ્વિમિંગ પૂલમા કોણ વધારે પાણીની અંદર રહી શકે છે. આ શરત લગાવવામાં વલસાડના પ્રકાશ પટેલનું મોત નીપજ્યુ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મિત્રો પૂલમાં સ્વિમિંગ કરતા દેખાઈ રહ્યા છે. હાલ પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી છે.પ્રકાશ પટેલ નામના એક આધેડનો ડૂબવાની ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.