
અંકલેશ્વર પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવનના કારણે હાંસોટ બસ ડેપોમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ડેપોમાં પાર્ક કરેલી એક એસટી બસ પર ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું હતું. સદભાગ્યે બસમાં કોઈ મુસાફરો નહોતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.ઘટનાની જાણ થતાં જ એસટી ડેપોના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી બસ પરથી વૃક્ષને દૂર કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં બસને નુકસાન થયું હતું. જો આ સમયે બસમાં મુસાફરો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. સ્થાનિક તંત્ર દ્વારા આવી ઘટનાઓ ન બને તે માટે ડેપોમાં રહેલા જોખમી વૃક્ષોની તપાસ કરવાની માંગ ઉઠી છે.