સુરતના અમરોલીમાં લેણદારોના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. દીકરાએ ધંધામાં દેવું કર્યું હતું અને દેવું કરીને ભાગી ગયો હતો. દીકરાએ કરેલા દેણાની લેણદારો પિતા પાસે ઉધરાણી કરતા હતા. ત્યારે લેણદારોના ત્રાસના કારણે 57 વર્ષીય પ્રાગજી વસોયાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતુ. તેમનો નાનો દીકરો રવિ હોટ ફિક્સ મશીનનો ધંધો કરતો હતો.ત્યારે તે ધંધામાં દેવું કરીને ભાગી જતા ભાગીદારો પિતાને ધમકાવતા હતા. લેણદારોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આધેડે આપઘાત કર્યો હતો. જેમાં આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં પૈસા ન હોવાનું કહ્યું હતું. સમગ્ર ઘટનાને લઇ અમરોલી પોલીસે કેસની તપાસ શરૂ કરી છે. બીજી તરફ લેણદારોને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.