
સુરતના અમરોલી વિસ્તારમાં એન્ટેલિયા ફ્લેટમાં આ ઘટના બની છે. ત્યારે આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પીને આપઘાત કર્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઇ અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પુત્ર બેક લોનનું કામ કરતો હતો અને દેવું થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત લેણદારો હેરાન કરતા હતા જેથી આપધાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પરિવારના સંબંધીએ જણાવ્યું હતુ કે તેઓ હિરાની કામગીર કરતા હતા. ત્યારે ધંધામાં નુકશાન અને મેડિકલ કંડીશન ઉભી થતા દેવું વધી ગયું છે. લોનના 4 થી 5 હપ્તા માથે ચઢી ગયા હતા. તેઓ જે ફ્લેટ રાખ્યો હતો કે વેચી નાખ્યો હતો. તે બાદ પણ તેઓને પૈસાની ભારે તંગી હતી.