Satya Tv News

કુમળી વયના બાળકો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે, પરેશાન કરવા પૂંઠમાં લાકડી ભરાવે ત્યારે આવી ઘટના ગરવી ગુજરાતના લલાટે કાળી ટીલી સમાન છે.
આ વાત ધંધુકા જિલ્લાના પચ્છમ ગામના સરસ્વતી બક્ષીપંચ કુમાર છાત્રાલયની છે. વાત જાણે એમ છે કે આ છાત્રાલયમાં રહીને ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી સાથે 11 અને 12મા ધોરણના સાથી વિદ્યાર્થીઓએ જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. શિક્ષણ, સંસ્કાર અને સંચાલનને શર્મસાર કરતી આ ઘટના સામે આવ્યા બાદ રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે.

બાળકે જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ તેને હેરાન કરતા હતા તે સતત દસ દિવસથી પરેશાન કરતા હતા. દસ દિવસમાં ચારેક વખત ‘ખરાબ કામ’ કર્યું હતું. એવું માનસિક દબાણ કરતા હતા કે બાળક કોઈને કાંઈપણ કહેતાં ડરતો હતો. હોસ્ટેલમાં રહેતા બાળકોએ જણાવ્યું કે, ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ તેમના જ સાથી મિત્રો પર આતંક ગુજારતા. તેમણે કહ્યું કે, આ ગેંગમાં મુખ્ય પાંચ સભ્યો હતા. બાળકે આતંક મચાવતા પાંચ વિદ્યાર્થીઓના નામ આપ્યા. હોસ્ટેલના બાળકોએ એવો આરોપ લગાવ્યો કે જ્યારે ગૃહપતિ રજા ઉપર હોય ત્યારે હોસ્ટેલની સંભાળ લેનારું કોઈ નહોતું. સંચાલકો પણ ફરકતા નહીં. બાળકોને રીતસરના રેઢા મુકી દેવામાં આવતા હતા.

આ સરકારી હોસ્ટેલના ગૃહપતિ છે ઘનશ્યામભાઈ. સંચાલનની જવાબદારી આમ તો એમની જ છે. ભાસ્કરે ગૃહપતિ ઘનશ્યામભાઈનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે, જ્યારે ઘટના બની ત્યારે હું પ્રયાગરાજ ગયો હતો. હું 18 થી 27 ફેબ્રુઆરી સુધી રજા પર હતો. આ ઘટના અંદાજે 22 કે 23 તારીખે સાંજે બની હતી. મેં આ અંગે રજા રિપોર્ટ પણ મોકલી આપ્યો હતો. હું ગેરહાજર હોઉં ત્યારે સમગ્ર વ્યવસ્થાની જવાબદારી સંચાલકોની જ રહેતી હતી. બાળક અંગે વાત કરતાં ઘનશ્યામભાઈ કહે છે કે, પીડિત બાળક શાંત સ્વભાવનો છે. બીજા બાળકો જેવો તોફાની નથી.

પીડિત બાળકને ન્યાય મળે તે માટે તેના પરિવારજનો સહિત 50થી વધુ લોકો વહેલી સવારથી પચ્છમ ગામની હોસ્ટેલ પાસે ખડેપગે ઊભા હતા. અમે પીડિતના પિતા સહિત પરિવારજનો સાથે પણ વાતચીત કરી. પીડિતના પિતા કહે છે કે, હું સવારનો ન્યાય માટે અહીં ઉભો છું. મને 24 તારીખે સાજે સૌથી પહેલો ફોન કરવામાં આવ્યો હતો. ફોન આવ્યા બાદ તુરંત જ હું મારા દીકરાને છાત્રાલયમાંથી લઈ ગયો હતો. સંચાલક તો હજુ સુધી આ બાબતે જાણ કરવા માટે પણ તૈયાર નથી. અમે ન્યાયની માંગ કરીએ છીએ. હોસ્ટેલમાં રાત્રે કોઈ હોતું નથી. પાન-મસાલા, ગુટકાથી લઈને દારૂનું વ્યસ્ન અહીં ખુલ્લેઆમ ચાલે છે. અમારો પ્રયાસ તો એ જ છે કે, આ હોસ્ટેલ જ સંપૂર્ણપણે બંધ થવી જોઈએ.

error: