ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયારવાડમાં એક બે માળના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પવિત્ર રમઝાન માસ દરમિયાન બનેલી આ ઘટનાએ વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી. મકાનમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી. સ્થાનિકોએ તરત જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાના સમાચાર સામે આવ્યા છે. જેના કારણે વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.