વડોદરામાં 3 દિવસથી ગુમ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો છે. M.S. યુનિવર્સિટીની વિદ્યાર્થિની 3 દિવસથી ગુમ હતી. વિદ્યાર્થિનીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો છે. જાસપુર-લકડકુઈ ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસેથી યુવતીનું એક્ટિવા, બુટ અને મોબાઈલ મળી આવ્યા હતા.મળતી માહિતી અનુસાર, યુવતી ભાયલીમાં ભાઈ સાથે રહીને અભ્યાસ કરતી હતી. માતા-પિતા ન હોવાથી યુવતી તેના ભાઈ સાથે રહેતી હતી. 11 માર્ચે રહસ્યમય સંજોગોમાં યુવતી ગુમ થઈ હતી. યુવતીની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. પરિવારે યુવતી સાથે કંઈક અજુગતું થયું હોવાની શંકા વ્યક્ત કરી છે. પાદરા પોલીસે ડોગ સ્કવોડની મદદ લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.