આમોદમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમાં લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક એહમદ બામિયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો અને સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે.