
ભરૂચમાં એક માતાને તેના ત્રણ મહિનાના બાળક સાથે મિલન કરાવવામાં મહિલા પોલીસે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તેણે જણાવ્યું કે તેના પતિ, સાસુ અને માસી સાસુ તેના ત્રણ મહિનાના બાળકને હોસ્પિટલથી લઈ ગયા હતા. ત્રણ દિવસથી બાળકને માતા સાથે મિલન થયું ન હતું.
આ મામલે મહિલા પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને નાયબ પોલીસ અધિકારી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. આહિરની ટીમે આ કેસ હાથ પર લીધો. પોલીસે સામેવાળા પક્ષને બોલાવીને કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ બાદ બાળકને તેની માતાને સોંપવામાં આવ્યું હતું. માતા-બાળકના મિલન બાદ મહિલાએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. આ ઘટના મહિલા સશક્તિકરણ અને પોલીસની સંવેદનશીલ કામગીરીનું ઉદાહરણ બની રહી છે.