
ડેડીયાપાડા તાલુકાના બોમ્બે કંપની અને દેવીપાડા ગામ વચ્ચેના વળાંકમાં સુઝુકી કંપનીની સુપર કેરી સી.એન.જી.ગાડી અને બાઇક વચ્ચે અક્માતમાં બે યુવાનોના મોત નિપજયા છે.
રામસીંગ બલાભાઈ તડવી રહે. આંબા ફળિયા ચિકદા એ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ બોમ્બે કંપની અને દેવીપાડા ગામ વચ્ચેના વળાંકમાં સુઝુકી કંપનીની સુપર કેરી સી.એન.જી.ગાડી નં.જી.જે 22-U-4229 ના ડ્રાઇવરે પોતાની કબજા માંની ગાડીને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આગળ ચાલતા મોટર સાયકલ ચાલક ફરીયાદીના દિકરા કમલેશભાઈ નાઓની હીરો કંપની ની સ્પેલન્ડર પ્લસ મો.સા.નં. GJ-22- R 2981 ને અડફેટમા લઇ એકસીડન્ટ કરતા ફરીયાદીના દિકરા મરણ જનાર કમલેશ રામસિંગ તડવીને જમણા ખભાના ભાગે તથા પીઠના પાછળના ભાગે ગંભીર ઇજાઓ કરી તેમજ મરણ જનાર અવિનાશ અશ્વિન વસાવા રહે. બોમ્બ કંપની નાઓને કપાળના ભાગે તથા મોઢાના ભાગે તથા શરીરે ઓછી વતી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી તેમજ સાથે બેસેલા મેહુલ દિનેશ વસાવા નાઓને ડાબા પગના જાગમાં ફ્રેકચર તેમજ ઇજાઓ થઇ હતી. પોલીસે સુપર કરી નાં વાહન ચાલક વિરૂદ્ધ એમ વી એક્ટ મુજબ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા