Satya Tv News

સુરતમાં હૈયું કંપાવી નાખે તેવો કિસ્સો ઘટ્યો. જેમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરી કરવામાં આવી હતી. આ કિસ્સામાં મળતી માહિતી મુજબ અજાણી મહિલા બાળકની માતાની બાજુમાં બેઠી હતી. આ દરમિયાન મહિલા બાળકને ચુપ કરવાના બહાને બહાર લઈ ગઈ હતી. ત્યારે કાચની પેટીમાં મૂકેલા બાળકને લઈ અજાણી મહિલા ફરાર થવા પામી હતી. ત્યારે નવજાત બાળકને લઈ જતી મહિલા CCTVમાં કેદ થઇ હતી. આ ઘટનામાં સિવિલ હોસ્પિટલની સિક્યુરિટીની બેદરકારી સામે આવતા તેમની સામે અનેક સવાલો ઉઠ્યા હતા. જેમાં પોલીસે CCTVના આધારે મહિલાની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આ ઘટનામાં સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ સિવિલમાંથી બાળક ચોરીની ઘટના સામે આવી હતી. ત્યારે સુરતમાં ઘટેલ આ ઘટનાને લઇ બાળકના પરિવારમાં આઘાત ફેલાયો હતો.

સુરતમાં આરોગ્ય કમિશનરની મુલાકાતના દિવસે જ નવજાત બાળકની ચોરી થઈ ગઈ હતી. જેથી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને નવજાતને શોધવાનું શરૂ કર્યું હતું. અંદાજે 200થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યાં હતાં. આખરે 16 કલાકની જહેમત બાદ બાળક નવાગામ ડિંડોલીમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી હેમખેમ મળી આવ્યું હતું. સાથે જ બાળકને ઉઠાવી જનારી મહિલા અને તેના પતિને ખટોદરા પોલીસ સ્ટેશન લઈ આવીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

error: