જામનગરમાં 15 વર્ષીય તરુણી દીક્ષીતાબેન સોયગામાએ પરિવારના ડરને કારણે આપઘાત કરી લીધો છે. પ્રાથમિક વિગતો મુજબ શાળાના શિક્ષકે ચેક કરતા તરુણીની બેગમાંથી મોબાઈલ મળ્યો હતો. જોકે તરૂણીએ શિક્ષકને કહ્યું હતુ કે, મારા-પિતા, દાદીને જાણ ન કરતા. આ તરફ સતત ગુમસુમ રહેતી તરુણીને લાગી આવતા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હાપા વિસ્તારમાં ઘરની ઓશરીમા એંગલમા સાડી બાંધી આ તરુણી દીક્ષીતાબેન સોયગામા આપઘાત કરી લેતા પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.