Satya Tv News

અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલા આલિયાબેટ વિસ્તારમાં દીપડાની હાજરીથી સ્થાનિકો ભયભીત છે. હાંસોટના અભેટા ગામથી આલિયાબેટ તરફના અંતરિયાળ વિસ્તારમાં આ ઘટના બની હતી. ઊંટના માલિકે જ્યારે ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારે મૃત ઊંટના બચ્ચા નજીક દીપડો બેઠેલો જોવા મળ્યો હતો. માલિક તરત જ પોતાના પડાવ પર પરત ફર્યા અને અન્ય કબીલાના લોકોને જાણ કરી. સ્થળ પર પહોંચેલા લોકોને ખારાઈ ઊંટના બચ્ચાના અવશેષો મળ્યા હતા. કબીલાના મુખી મહંમદભાઈ જતે વન વિભાગને આ ઘટનાની જાણ કરી છે. સ્થાનિકોએ આલિયાબેટમાં દીપડાને પકડવા માટે પાંજરા મૂકવાની માંગણી કરી છે.

error: