Satya Tv News

ડભોઇ તાલુકાના પારીખા ગામમાં 19 વર્ષીય ધર્મેશ અર્જુનભાઈ તલાવીયા પરિવાર સાથે રહે છે. ધર્મેશને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો‌. ધર્મેશ પ્રેમિકાનો હાથ પકડી વાતચીત કરવા માગતો હતો. તે દરમિયાન પ્રેમિકાના પરિવારજનો ધર્મેશને યુવતીનો હાથ પકડતા જોઈ ગયા હતા. ધર્મેશને પ્રેમિકાના પરિવારજનો ઠપકો આપશે તેવા ડરથી ગભરાઈ ગયો હતો. ગામમાં રહેતા ચંદ્રકાંતભાઈ પટેલના ખેતરમાં સમી સાંજે ધર્મેશ પહોંચી ગયો હતો અને ઝાડની ડાળી ઉપર ફાંસો ખાઈ અપઘાત કરી લીધો હતો. પરિવારજનોને ધર્મેશે ફાંસો ખાઈ લીધો હોવાની જાણ થતા તેઓ અને ફળિયાના લોકો સ્થળ પર દોડી ગયા હતા. તે સાથે આ બનાવની જાણ ડભોઇ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને લાશનો કબજો લઈને કાર્યવાહી હાથ ધરી હતી.

સોમવારે સમી સાંજે આપઘાતના બનેલા આ બનાવે ગામમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. ડભોઇ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

error: