પરેશ ગોસ્વામી કહ્યું કે, ”હીટવેવ બાદ 25 તારીખેથી 1 ડિગ્રી તાપમાન ઘટશે અને 26 અને 27મી માર્ચના રોજ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે. તાપમાનમાં ઘટાડા બાદ ફરીથી 28-29મી માર્ચના રોજ તાપમાન ઊંચુ જવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. 28થી 31 તારીખ સુધીમાં તાપમાનનો પારો ઊંચો રહેશે. જેમાં પણ 29 અને 30મી માર્ચના રોજ મહત્તમ ઊંચુ તાપમાન જઈ શકે તેવું પણ જણાવ્યું છે. કમોસમી વરસાદને લઈ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હવામાનમાં પલટો આવવાથી કેટલાક વિસ્તારોમાં માવઠાના ઝાપટાં પડી શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 31મી માર્ચથી 5મી એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે. હાલ જે પ્રમાણે દેખાઈ રહ્યું છે તેમાં દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે.