અંકલેશ્વર અને ભરૂચ ને જોડાતા ગડખોલ બ્રિજના નિર્માણના 4વર્ષમાં જ સળિયા દેખાવા લાગતાં ગુણવત્તા સામે સવાલો ઉભા થયાં છે. 30 જુલાઈ 2021ના રોજ આ બ્રિજનું નિર્માણ કરાયું હતું. અંદાજે 104.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર એક વર્ષમાંખાંગા દેખાવા માંડ્યા હતા. એટલું જ નહિ લોકાર્પણના છ મહિના બાદ ઓએનજીસી તરફનો એપ્રોચ રોડશરુ થયો હતો. છેલ્લા 4 વર્ષમાં સળિયા દેખાવાનીઘટના 5 થી વધુ વાર સામે આવી છે. બ્રિજના મધ્યમાં તો તંત્ર દ્વારા વારંવાર ડામરના થીગડાં મારવા પડી રહ્યા છે. ફરી એકવાર બ્રિજ પર 3 થી વધુ સ્થળે બ્રિજ ગાબડા પડયા હતા અને સળિયા બહાર આવી ગયા છે.100 કરોડ ઉપરાંત ના ખર્ચે નિર્માણ પામેલા રોડના માત્ર 4 વર્ષમાં ખસ્તા હાલ થઇ ગયા છે. જે સામે ઇજારદાર માત્ર લીપાપોતી કરી રહ્યા છે. આ માર્ગ પર તમામ અધિકારીઓ વારંવાર પસાર થતા હોવા છતાં તેના દ્વારા આ સામે આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે બ્રિજ જો ધસી પડે કે મોટા ગાબડાંપડેઅને કોઈ હોનારત સર્જાઈ તો જવાબદાર કોણ ?તે સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નર્મદા મૈયા બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યાં બાદ આ માર્ગ પરથી રોજના 50 હજાર કરતાં વધારે વાહનો પસાર થાય છે.ગડખોલ બ્રિજના સળિયા દેખાવા લાગતાં અકસ્માતનો ભય સેવાઇ રહયો છે. આ માર્ગ પરથી રોજના 50 હજાર કરતા વધારે વાહનોની અવર-જવર રહેતી હોય છે.