Satya Tv News

સુરતમાં 45 વર્ષીય યુવક પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. જે પૈકી નાની 17 વર્ષની દીકરી સાથે પિતાએ અડપલાં અને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં પહેલાં પોક્સો અને અડપલાં કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ 45 વર્ષીય પિતાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે જ સગીર દીકરીનું વિગતવાર નિવેદન નોંધવામાં આવ્યું હતું.

સગીર દીકરીએ પોતાના નિવેદનમાં પિતા દ્વારા કરવામાં આવેલી હરકતને વિગતવાર જણાવી હતી. જેમાં પિતા દ્વારા છાતીના ભાગે અડપલાં કરવાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. જેના પગલે વરાછા પોલીસ દ્વારા પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું અને આ સાથે પિતાનું ઇન્ટ્રોગેશન પણ શરૂ કર્યું હતું. પોલીસ દ્વારા પંચ અને અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન આરોપી પિતાએ લોકઅપના બાથરૂમમાં બારીના સળિયા સાથે પોતાનો શર્ટ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

error: