
અમરેલી જિલ્લામાં 40 વિદ્યાર્થીએ હાથ પર કાપા માર્યા હોવાનું સામે આવ્યું છે. બગસરાના મૂંજીયાસર ગામનો વિચિત્ર બનાવ બનાવ સામે આવ્યો છે.પ્રાથમિક શાળાના 40 વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર કાપા માર્યા છે. હાથ અને પગ પર વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડના કાપા માર્યા. જેની જાણ થતા વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. આખરે વાત સામે આવતા મુંજિયાસરના સરપંચે શાળાના આચાર્યને જાણ કરી. સાથે જ સરપંચે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી છે. વિદ્યાર્થીઓએ ક્યા કારણથી હાથ પર કાપા માર્યા તેની તપાસ ચાલી રહી છે. આ તમામ વિદ્યાર્થીઓ પાંચમાં, છઠ્ઠા અને સાતમાં ધોરણમાં ભણતા હોવાનો ખુલાસો થયો છે.
એક વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીઓને બ્લેડના કાપા મારે તો પૈસા આપવાની વાત કરી હતી. જેથી 40 વિદ્યાર્થીઓએ તેમના હાથ અને પગ પર કાપા માર્યા હતા. ગામના સરપંચ સાથેની વાતચીતમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, શિક્ષકોને આ ઘટનાની જાણ હતી, તેમણે વિદ્યાર્થીઓને વાલીઓને જાણ કરતા રોકવામાં આવ્યા હતા. આ સાથે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, આ ઘટના ચોંકાવનારી છે. અને મોબાઈલના વળગણથી બાળકોને બચાવવાની જરૂર છે. આ ઘટનામાં તમામ છાત્રોએ માત્ર એક જ શાર્પનરથી પોતાને ઈજા પહોંચાડી હોય તો મામલો વધુ ગંભીર બની જાય છે જે તપાસનો વિષય છે. ઉપરાંત આ ઘટના બાદ એકપણ બાળકને ધનુર ઇન્જેક્શન આપવાની તસ્દી લેવાઈ નહોતી