
ભરૂચના નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામના ૪૪ વર્ષીય રાજેશ વસાવા છુટક મજુરી કામ કરતો હતો અને તે ગામના અશ્વિન વસાવા સાથે ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચે રહેતો હતો. દરમિયાન તા.૨૪મીના રોજ રાતના આઠ વાગ્યાના અરસામાં રાજેશ અને અશ્વિન વચ્ચે કોઇ વાતે ઝઘડો થયો હતો.આ ઝઘડામા અશ્વિને રાજેશને માથાના ભાગે પથ્થર મારી દેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી જેમાં તેનું મોત નિપજ્યું હતું.આ અંગે નેત્રંગ પોલીસે
મૃતકની બહેન સંગીતા વસાવાની ફરિયાદના આધારે
તપાસ હાથ ધરી હતી દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી અશ્વિન વસાવા ફૂલવાડી ચોકડી નજીક છે જેના આધારે પોલીસે દરોડા પાડી તેને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.