Satya Tv News

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ગુજરાતના ગરીબ મુસ્લિમ પરિવારો માટે ઈદ નિમિત્તે ‘સોગાતે મોદી’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી રાજ્યમાં અંદાજે 2.5 લાખ મુસ્લિમ પરિવારોને અનાજ અને મીઠાઈની કિટ વિતરિત કરાશે.ભાજપના રાષ્ટ્રીય એકમે રમજાન ઈદ નિમિત્તે આ વિશેષ યોજના જાહેર કરી છે, જે અંતર્ગત લઘુમતી સમુદાયના ગરીબ પરિવારોને સહાય આપવામાં આવશે. ગુજરાત ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ ડો. મોહસીન લોખંડવાલાએ જણાવ્યું કે, “આ યોજના માટે પાર્ટી ફંડમાંથી કોઈ સહાય આપવામાં નહીં આવે. તમામ ખર્ચ લઘુમતી મોરચાના હોદ્દેદારો અને સભ્યો ઉઠાવશે. પ્રતિ હોદ્દેદારને આશરે 100-200 કીટ તૈયાર કરવાની જવાબદારી આપવામાં આવી છે.”

ગુજરાતમાં 75 લાખ જેટલા મુસ્લિમ વસે છે, જેમાંથી 45 લાખ મતદાતા છે. સરેરાશ પાંચ સભ્યોના ગણતરીથી, ‘સોગાતે મોદી’ યોજના દ્વારા અંદાજે 12.5 લાખ મુસ્લિમો સુધી સહાય પહોંચશે. આ અભિયાનને ભાજપની આગામી ચૂંટણીની વ્યૂહરચના સાથે પણ જોડવામાં આવી રહ્યું છે, જેના દ્વારા કોંગ્રેસની પરંપરાગત મતબેંક તોડવાની કોશિશ છે.

error: