Satya Tv News

નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર.

નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ બનાવવામા આવ્યા છે. જિલ્લા પ્રમુખ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ માં ભાજપ નો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પારસી ટેકરા થી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. ડેડીયાપાડા માં હાલ આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય છે ત્યારે ભાજપે તેની સામે રેલી કાઢી ને શક્તિ પ્રદર્શન કર્યું હતું.+

     ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ના ગઢ ડેડીયાપાડામાં ભવ્ય રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું અને ચૈતર વસાવા પર ભાજપ પ્રમુખે અનેક આક્ષેપ કર્યા હતા.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારા ના વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ના વિસ્તારમાં આપ નો વ્યાપ વધારી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લા પંચાયત નર્મદા જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે ડેડીયાપાડા માં સ્થાનિક બીજેપી દ્વારા ભવ્ય રેલીનું આયોજન કર્યું છે. ડીજેના તાલે ભાજપના જિલ્લા પ્રમુખ અને અન્ય નેતાઓએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. આ રેલી ની અંદર મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને સ્થાનિકો જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીએ ડેડીયાપાડામાં આ રેલી કાઢવાનો મુખ્ય તો એ હતો કે ભાજપના નવા પ્રમુખ બન્યા છે તેમનું સ્વાગત પરંતુ સાથે સાથે શક્તિ પ્રદર્શન કરી ભાજપના યુવા નેતા અને યુવા કાર્યકરો ની અંદર એક નવો જોબ જુસ્સો પાડવા માટે આ રેલીનું આયોજન કરાયું હતું. રેલી જાહેર માર્ગો પર ફરી હતી ત્યારે અહીંયા ભાજપે બિરસા મુંડાજીની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પિત કરી છે ભારતીય જનતા પાર્ટીની રેલીની અંદર લોકલ થી લઈને અન્ય નેતાઓ જોડાયા હતા. આ વિસ્તારમાં આદિવાસી યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે જેને લઈને પણ ભાજપ હવે પ્રયાસ કરી રહ્યું છે કે ભાજપ સિનિયર અને યુવાન નેતાને ભેગા રાખીને બીજેપીના સંગઠનને મજબૂત બનાવવામાં આવે જેથી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને આ વિસ્તારમાં તાલુકા જિલ્લા પંચાયતની સીટો જીતવામાં કોઈ તકલીફ ન પડે. નવનિયુક્ત ભાજપ પ્રમુખ નીલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ને કહ્યું વાતાવરણ બદલાયું છે પવન બદલાયો છે થોડા સરખા રહેજો સાથે સાથે તેમને એમ પણ કહ્યું હતું કે કેટલાક નેતાઓ અલગતા વાતની રાજનીતિ કરે છે ત્યારે ભાજપ રાષ્ટ્રવાદ અને દેશની વાત કરે છે આ વિસ્તારના યુવાનોને ધારાસભ્ય ગેરમાર્ગે દોરી રહ્યા છે. ધારાસભ્ય છે યુવાન છે મોટી વાતો કરી નિષ્ફળ ગયા છે. નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવ ના આહવાહન ના પગલે નીલ રાવ નું સન્માન ફૂલોથી નહિ પણ નોટબુક થી થાય છે અને ડેડીયાપાડા માં પણ નીલ રાવ ની નોટ બુક થી તુલા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ નોટબુક જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓને કામ લાગશે.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: