
અંકલેશ્વર શહેર માં દક્ષિણ ગુજરાત વીજ નિગમ મેગા સર્ચ કરતા 25 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી હતી. 30 જેટલી ટીમ દ્વારા મુલ્લા વાડ, કસ્બાતી વાડ , ગુજરાત હાઉસિંગ બોર્ડ સહીત અર્ધા અંકલેશ્વર માં વહેલી પરોઢિયે સર્ચ કર્યું હતું. આ ઉપરાંત અન્ય કેસ પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં જી.યુ.વી.એન.એલ.( GUVNL) ની 30 જેટલી ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચોરી માં થતી ગેરરીતિ અટકાવવા માટે મેગા સર્ચ શરુ કર્યું હતું. જેમાં અંકલેશ્વર, મુલ્લા વાડ , તાડ ફળીયા, કસ્બાતી વાડ, ચૌટા બજાર , ગુજરાત હાઉસિંગ બોર્ડ હનુમાન વાડી વિસ્તાર સહીત અર્ધા અંકલેશ્વર શહેર માં સર્ચ ઓપરેશન કરતા 1000 થી વધુ કનેક્શન ચેક કરી તેમાં થી 23 જેટલા વીજ ચોરી ના કેશ ઝડપી પાડ્યા હતા. અને અંદાજે 25 લાખ રૂપિયા ની વીજ ચોરી ઝડપી પાડી હતી. આ ઉપરાંત આ ઉપરાંત અન્ય કેસ પણ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ વીજ નિગમ દ્વારા ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સમયાંતરે વીજ ચોરી ઝડપી પાડવા માટે ચેકીંગ હાથ ધરવામાં આવે છે. અંક્લેશ્વરમાં સંવેદનશીલ વિસ્તાર હોવાથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. સદનસીબે કોઇ અનિચ્છનીય બનાવ નહી બનતા તંત્રએ હાશકારો લીધો હતો.