Satya Tv News

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઉમરાજ ગામમાંથી ત્રણ ગૌવંશને બચાવ્યા છે. આ કેસમાં યાસીન ઉમરજી પટેલની ધરપકડ કરવામાં આવી છે.એ ડીવીઝન પોલીસ મથકમાં જીવદયા પ્રેમીઓ તરફથી મળેલી માહિતીના પીઆઈ વી.યુ.ગડરિયા અને પીએસઆઈ એ.વી.શિયાળીયાએ માહિતીના આધારે કાર્યવાહી કરી હતી. જેમાં નવી નગરી વિસ્તારમાં આરોપીએ બે વાછરડા અને એક વાછરડીને ક્રૂરતાપૂર્વક બાંધી રાખ્યા હતા.સ્થળ પરથી કતલ માટેના સાધનો જેવા કે છરા, કોયતા અને પેચિયા મળી આવ્યા છે. પોલીસે બચાવેલા ગૌવંશની કિંમત રૂ. 30,000 આંકવામાં આવી છે.ત્રણેય પશુઓને ભરૂચ પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે.

બીજા કેસમાં પાલેજ પોલીસ મથકના પીઆઈ કે.એમ.વ્યાસ રમઝાન દરમિયાન તેમના વિસ્તારમાં ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન માહિતીના આધારે ટંકારીયા ગામમાંથી બે ગાયોનો જીવ બચાવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે અમદાવાદી તવા ફ્રાય હોટલની પાછળની કોલોનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.તે સ્થળે પરથી એક મૃત ગાય અને બે જીવિત ગાયો મળી આવી હતી.આ કેસમાં સુરપાલ સેકડીયા બામણીયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અશરફ ઇકબાલ ડાહ્યા,અફજલ ઉર્ફે અગજરીયો અનવર ચાવડા અને અબુઆકીલ ઉર્ફે અબુ નઝીર પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.પોલીસે કુલ રૂ. 31,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ફરાર ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

error: