Satya Tv News

અમદાવાદના રાજેશ સાબુવાલાએ વર્ષ 1998માં હૈદરાબાદના એડ્રેસ પરથી ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવીને અમેરિકા જવાની તૈયારી કરી રહેલા દંપતી વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને આરોપી પતિની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી રાજેશ સાબુવાલાએ તેની પત્ની સલીમા સાબુવાલાએ ખોટા નામ ધારણ કર્યું હતું. હૈદરાબાદના વ્યક્તિ રાજેશ અગ્રવાલ અને રાધિકા અગ્રવાલ નામે બોગસ પાસપોર્ટ બનાવ્યા હતા. આ પાસપોર્ટના આધારે અમેરિકા વિઝા માટે નોંધણી કરાવી હતી. જોકે વિઝા રદ્દ થતા દંપતી પોતાના અસલ પાસપોર્ટ બનાવીને ફરી વખત અમેરિકા જવાનો પ્રયત્ન કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જે અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોધી રાજેશ સાબુવાલા ધરપકડ કરી છે.

દંપતીએ અમેરિકાના વિઝા મેળવવા માટે બંને વખત પોતાના ઓરિજનલ ફોટો રજૂ કર્યો હતો. જોકે પાસપોર્ટમાં તેમના નામ અલગ અલગ હોવાથી બોગસ પાસપોર્ટની શંકા સામે આવી હતી. જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા વર્ષ 1998 માં હૈદરાબાદના એજન્ટ પાસેથી બોગસ પાસપોર્ટ કઢાવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે પાસપોર્ટ પર વિઝા ન મળતા આરોપીએ પાસપોર્ટનો નાશ કર્યો હોવાની કબૂલાત કરી છે. જેથી આરોપી પાસપોર્ટ ક્યાં એજન્ટ પાસેથી બનાવ્યો અને ક્યાં ક્યાં બોગસ દસ્તાવેજનો ઉપયોગ કર્યો હતો છે સાથે જ કેટલા રૂપિયાની આપલે કરવામાં આવી છે તેને લઇ તપાસ શરૂ કરી છે

આરોપી રાજેશ સાબુવાલા જમાલપુર ખાતે વર્ષોથી ચશ્માની દુકાન ધરાવે છે અને પત્ની સલીમા ગૃહિણી છે. જોકે ચોંકાવનારી હકીકત એ છે કે, મુસ્લિમ દંપતીએ હિન્દુ નામ ધારણ કરીને બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો તેના પાછળનું કારણ શું છે એ જાણવા પણ પોલીસે કવાયત શરુ કરી છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

error: