Satya Tv News

અંકલેશ્વર સબજેલમાં કરાયુ આયોજન

મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ

કેદીઓના આરોગ્યની કરાય તપાસ

અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કેમ્પ યોજાયો

સબજેલના અધિકારીઓ રહ્યા હાજર
અંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી કેદીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયજન કરવામાં આવ્યું હતુ.

અંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગ દ્વારા કેદીઓનું ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. જેનીલ પટેલ દ્વારા અંદાજિત 100 જેટલા કેદીઓના આરોગ્ય સહીત બ્લડ પ્રેસર અને સુગર ચેક કરવામાં આવ્યું હતું.સાથે જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં તાલુકા સબજેલના જેલર સહીતનો સ્ટાફ અને અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ હાજર રહ્યો હતો

error: