Satya Tv News

ધોરણ 10 CBSE ના પરિણામમાં આદિવાસી વિદ્યાર્થિની ઝળકી;

ધો.10 CBSE ના પરિણામ માં 92.80% સાથે ઉતીર્ણ થતાં આદિવાસી સમાજ અને ભરૂચ જિલ્લા ને ગૌરવ અપાવ્યું;

નેત્રંગ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 12 પછી, ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કર્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ પી.પી.સવાણી ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં (CBSE) સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન નું પરિણામ જાહેર થતાં નેત્રંગ તાલુકામાં આવેલ આંતરિયાળ ગામ આંજોલી ગામની આદિવાસી સમાજની વિદ્યાર્થિની ધ્વનિ નિલેશભાઈ વસાવા એ 92.80% સાથે ઉત્તમ પરિણામ લાવી પોતાના માતા પિતા, આદિવાસી સમાજ અને ભરૂચ જિલ્લા ને ગૌરવ અપાવ્યું છે.

નેત્રંગ તાલુકાના આંજોલી ગામની ધ્વનિ નિલેશભાઈ વસાવા ના દ્રઢ સંકલ્પ અને મહેનતથી આ પરિણામ શક્ય બન્યું છે, પરિવાર અને સમાજનું માર્ગદર્શન પણ ધ્વનિ વસાવા માટે પ્રેરક બન્યું છે. આ સિદ્ધિનો શ્રેય ધ્વનિ વસાવા ના પિતા નિલેશભાઈ વસાવાની મહેનત અને સમર્પણને પણ જાય છે. જેઓ ડેડિયાપાડા ખાતે આવેલ શ્રી.એ.એન.બારોટ હાઇસ્કુલ માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પિતાએ જીવનના સૌથી મોટા ગુરૂ અને માર્ગદર્શનકર્તા હોય છે. તેમના પ્રેમ, સમર્પણ અને મહેનતથી જ બાળકો જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. પિતા જ્યારે પોતે શિક્ષક હોય ત્યારે બાળકને સકારાત્મક દ્રષ્ટિ કોણ અને આત્મવિશ્વાસ મળે છે. જેના કારણે આજે દીકરી ધ્વનિ વસાવાએ ધોરણ 10 (CBSE) સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ના પરિણામ માં 92.80% સાથે ઉતીર્ણ થઈ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરીને માતા – પિતાને ગૌરવ અપાવ્યું છે. જેથી ધ્વનિ વસાવા નું આવા શ્રેષ્ઠ પરિણામનો શ્રેય તેમના તેમના માતા – પિતાની લાગણીઓ પરિવારનું પ્રોત્સાહન અને શિક્ષકોના માર્ગદર્શનને જાય છે.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: